Breaking

Thursday 22 November 2012

અસત્યો માંહેથી


ॐ सह नाववतु,
सह नौभुन्क्तु,
सह वीर्यम करवावहै    l
तेजस्विनावधीतमस्तु,
मा विद्विषावहै  ll
ओम शांतिः शांति शांति
Om ! May Lord protect us,
May He causes us to enjoy,
May we exert to-gather.
May our studies be through and faithful,
May we never quarrel with each other.
Om Peace, Peace, Peace
ॐ सर्वे भवन्तु सुखिनः  l
सर्वे सन्तु निरामयाः  l
सर्वे भद्राणि पश्यन्तु  l
मा कश्चित्   दुःखभाग्भवेत l
ॐ शांति शांति शांति
May everybody be happy.
May everybody be free from diseases.
May everybody have good luck.
May none fall on evil days.
Om, Peace, Peace, Peace
......>>>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તુંહીનો છું તો તુજ દર્શનના દાન દઈ જા.
* * * * *
“યોગશ્ચિત્તવૄત્તિનિરોધઃ”  -  ચિત્તવૄત્તિ રુપી વળગણનો અસ્વીકાર એટલે યોગ.“અભ્યાસ વૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ – “અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૄત્તિનું શમન થઇ શકે છે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

श्रीगणेशस्त्रोत्र
श्री गणेशाय नमः
नारद उवाच
प्रण्यम शिरसा देवंगौरी पुत्रं विनायकम्
भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिध्ये
प्रथमं वक्रतुण्दं च एकदंन्तं द्वितीयकम्

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હે પરમ કૃપાળુ પરમાત્મા

સંજોગો વિકટ હોય ત્યારે ,

સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે ,

હાસ્ય અને આનંદ કેમ ટકાવી રાખવા તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ,

ત્યારે શાંતિ કેમ ટકાવી રાખવી તે મને શીખવ.

કઠોર ટીકાઓનો વરસાદ વરસે ,

ત્યારે મારા ખપનું કેમ ગ્રહણ કરવું તે મને શીખવ .

ચારે બાજુંથી મુશ્કેલીઓ ઘેરી વળે ,

શ્વધ્ધા ડગુંમગું થઈ જાય ,

નિરાશાની ગતામાં મન ડૂબી જાય ,

ત્યારે ધીરજ અને શાંતિથી

તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ.

<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
પ્રાર્થના કરવી એટલે ફરી ફરી શબ્દો ઊચ્ચારવા એમ નથી. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોષ્ઠી, પરમાત્માનું ચિંતન, પરમાત્માનો  અનુંભવ……સ્વામી રામતીર્થ

પ્રાર્થના માંગણી નથી, આત્માની ઝંખના છે. પ્રાર્થના નવરાશની પળોનું ડોશીમાનું મનોરંજન નથી પણ પ્રાર્થના અંતરનું પરમાત્મા સાથેનું જોડાણ છે……ગાંધીજી

પ્રાર્થના તો આત્માનો ખોરાક છે, પરમાત્મા સુધી જવાની કેડી છે, આપણી કાલીઘેલી વાતોને પરમાત્માને જાણ કરવા માટેનો રસ્તો છે. સાચા મનથી અને નિખાલસ ભાવે તેમજ સંપૂર્ણ  વિશ્વાસ રાખી કરેલી પ્રાર્થનાને પરમાત્મા જરુર સાંભળે છે. પ્રાર્થના દ્વારા અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં જવા માટેનું દૈવી બળ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. અને અંતઃકરણ પવિત્ર થવાથી સદ ભાવના અને શુભ નિષ્ઠા પેદા થાય છે, સત કાર્યો કરવા મન પ્રેરાય છે, જીવના વળાંકની શરુઆત થાય છે. જીવનની મલિનતાઓ, દૂર્ ગુણો, અનિષ્ટ તત્વો, વિકૃતિઓ વિગેરેને દૂર કરવા માટે સાચા હદયથી નિખાલસ ભાવે કરેલી પ્રાર્થના અમોઘ ઔષધ સમાન છે. આમ પ્રાર્થના નવજીવનની સંજીવની છે.જીવન જ્યોત માટે, જીવન જે હેતુ માટે મળ્યું છે તે હેતુ ચરિતાર્થ કરવા માટે પ્રાર્થના અનિવાર્ય છે.પવિત્ર હદયમાંથી નીકળેલા પ્રાર્થનાના શબ્દો ક્યારે ય વ્યર્થ જતા નથી.નિખાલસ ભાવથી અને સાચા મનથી કરેલી પ્રાર્થનાથી આપણેને આપણા કર્તવ્યનો ખ્યાલ આવે છે અને આપણે કર્તવ્ય પરાયણ બની સાચા કર્મો કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. અને આમ સાચુ કર્તવ્ય જ પ્રાર્થના બની જાય છે. પ્રાર્થના એટલે ભગવાન સાથે શ્રધ્ધા અને વિશ્વાસ પૂર્ણ રીતે કરેલો ભાવાત્મક સંવાદ.

પ્રાર્થના કોઈ મંદિરમાં કે મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળે જઈ નમન કરવામાં સમાઇ જતી નથી. પ્રાર્થના એ તો અંતઃકરણમાંથી નીકળતા શબ્દો છે, અંતઃકરણની આરઝૂ છે, જે બીજાને સંભળાવવા માટે નથી પણ પરમ તત્વને યાદ કરી તેણે આપણા ઉપર કરેલી કૃપા માટે તેનો હ્નદય પૂર્વકનો આભાર માનવા માટેની યાચના છે.

પ્રાર્થના એ તો ઈશ્વર સાથે સધાતો સંવાદ છે અને આવો સંવાદ જરુર પરિણામદાયી રહે છે.

************************

અસત્યો માંહેથી પ્રભુ

પરમ સત્યે તું લઈ જા

ઊંડા અંધારેથી પ્રભુ

પરમ તેજે તું લઈ જા,

મહા મૃત્યુમાંથી અમૃત

સમીપે તું લઈ જા

તું હીણો હું  છું તો

તુજ દર્શનના દાન દઈ જા

************************
ઓ ઈશ્વર ભજીએ તને

મોટું છે તુજ નામ

ગુણ તારા નિત ગાઈએ

થાય અમારા કામ

હેત લાવી હસાવ તું

સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે

તો પ્રભુ કરજે માફ.

પ્રભુ એટલું આપજો,

કુટુંબ પોષણ થાય;

ભૂખ્યા કોઈ સુવે નહીં,

સાધુ સંત સમાય.

અતિથિ ભોંઠો ના પડે,

આશ્રિત ના દુભાય,

જે આવે મમ આંગણિયે,

આશિષ દેતો જાય.

****************

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો;
દયામય ! મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો…..
દયામય ! મંગલ મંદિર ખોલો !
——-નરસિંરાવ દિવેટિયા

* * * * * * * *

તેજઃ અસ્તિ તેજઃ મયિ ધેહિ

વીર્યમ અસિ વીર્ય મયિ ધેહિ

બલમ અસિ, બલમ મયિ ધેહિ

ઓજઃ અસિ ઓજઃ મયિ ધેહિ

મન્યુઃ અસિ મન્યુ મયિ ધેહિ

સહઃ અસિ સહઃ મયિ ધેહિ

……………..યજુર્વેદ

તું તેજરૂપ છો મને તેજ આપ,

તું વીર્યરૂપ છો મને વીર્યવાન બનાવ,

તું બળરૂપ છો મને બળવાન બનાવ,

તું ઓજસ છો મને ઓજસ્વી બનાવ,

તું પુણ્યપ્રકોપ છો મને પુણ્યપ્રકોપ આપ,

તું સહિષ્ણું છો મને સહિષ્ણુતા આપ..

********

અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાઓમાંથી પ્રાપ્ત થતાં રહો.

********

હે મા, તારો આ બાળ દુનિયાના પ્રલોભનોથી મોહાઈને તને ભૂલી ન જાય એવું કરજે.

સુવર્ણ કે વાસનાની મોહજાળ મને કદી ખેંચી ન જાય એવું કરજે.

……………………….રામકૃષ્ણ પરમહંસ

********

હે દિવ્ય સ્વામી, એવું કરો કે, હું આશ્વાસન મેળવવા નહિં, આપવા ચાહું.

મને બધા સમજે એ કરતાં હું બધાને સમજવા ચાહું.

મને કોઈ પ્રેમ આપે, એ કરતાં હું બધાને પ્રેમ આપવા ચાહું.

………………………….સંત ફ્રાન્સિસ

********

હે પ્રભુ, જે લોકોને કોઈ પ્રેમ નથી કરતું એવા લોકો વિશે અમને વિચારતાં શીખવો.

બીજાઓના દુઃખથી અમારાં હ્નદયને ઘાયલ કરો.

……………………રાઉલ ફિલેરો

No comments:

Post a Comment