Breaking

Thursday, 22 September 2016

HOW TO CONVERT YOUR PPT FILE INTO VIDEO?

નમસ્કાર

મિત્રો આજના આધુનિક સમયમા શિક્ષણની ક્ષિતિજો જ્યારે વિસ્તરી રહી છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમાથી બાકાત કેવી રીતે રહી શકે? આજે ટેકનોલોજીના યુગમા વર્ગખંડમા પણ વૈવિધ્ય જોવા મળી રહ્યુ છે જે ખરેખર આધુનિક સમયની માંગ છે. કોમ્પ્યુટર અને ઇંટરનેટના આ યુગમા વર્ગખંડને જીવંત રાખવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો તૈયાર છે બસ તેને યોગ્ય દિશામા વાપરવાની નૈતિકતા હોવી જરુરી છે.


આજે પ્રાથમિક શળામા શિક્ષકો વર્ગખંડમા કોમ્યુટર, ઇંટરનેટ તેમજ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ઘણા મિત્રો પોતે પોતાની આવડતથી ઘણા પ્રકારનુ શૈક્ષણિક સાહિત્ય પણ બનાવી રહ્યા છે. જેમા વિડિયો,પીડીએફ ફાઇલ તેમજ પીપીટી મુખ્ય છે.

પીપીટી એ આજે અસરકારક શિક્ષણ માટે ખુબ જ જરુરી અને હાથવગુ સાધન છે જેનાથી આપણુ શિક્ષણ કાર્ય ઘણુ સરળ અને અસરકારક બની જાય છે. બાળકોને પણ પીપીટી ખુબ જ પસંદ પડે છે.પીપીટી ને લીધે તેનામા ઘણા સકારાત્મમક પરિવર્તનો જોવા મળે છે અને તે ખુબ જ આનંદપુર્વક શિક્ષણકાર્યમા જોડાયેલ જોવા મળે છે.

મિત્રો પીપીટી બનાવવી એ એક રીતે જોઇએ તો એક પ્રકારની કળા છે. અને થોડો સમયા માગી લેતી પ્રક્રિયા છે. પણ ઘણીવાર એવુ બનતુ હોય છે કે આપણે ખુબ જ મહેનત દ્વારા બનાવેલ પીપીટી જ્યારે વર્ગખંડમા રજુ કરવાનો સમય આવે ત્યારે કદાચ લાઇટ ના હોય, કોમ્યુટરમા કોઇ ટેકનિકલ ખામી આવી જાય કે કોઇ અન્ય કારણે આપણે આપણી પીપીટી બાળકો સમક્ષ રજુ ના કરી શકીએ. આવુ બને ત્યારે આપણને વિચાર આવે કે કાશ પીપીટી સ્વરુપે બનાવેલ ફાઇલનો વિડિયો હોત તો કેવુ સારુ થાત કે કમસે કમ તેને મોબાઇલમા તો રજુ કરી શકાત......

મિત્રો ચિંતા કરવાની જરુર નથી કેમ કે આપણે પીપીટીને વિડિયોમા ફેરવી શકીએ છીએ. તમે બનાવેલ પીપીટીને કોઇ પણ વધારાના સોફ્ટવેર વગર વિડિયોમા કેવી રીતે ફેરવવી તેના માટે માર્ગદર્શન આપતો એક નાનકડો વિડિયો હુ અહી રજુ કરી રહ્યો છુ. જેમા ખુબ જ સરળ રીતે સમજાવવામા આવ્યુ છે કે તમે બનાવેલ કોઇ પણ પીપીટીને કેવી રીતે વિડિયોમા રુપાંતરીત કરી શકો છો.


આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

http://vigyan-vishwa.blogspot.in/2016/09/blog-post_22.html?m=1

No comments:

Post a Comment